આણંદ: સગાઇ તોડી નાંખવાની અદાવતમાં યુવાને યુવતીને જાહેરમાં ધોઇ નાંખી

આણંદ શહેરમાં આઈટીઆઈ કોલેજમાં બોરસદની યુવતીને સગાઈ તોડી નાખવાની અદાવત રાખી ધુવારણના યુવાને તેણીને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેમજ બોરસદમાં પાલિકા દ્વારા બનાવાઈ રહેલ રસ્તા બાબતે દલિત મહિલાને એન્જીનીયર તથા ભાડા ક્લાર્કે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ બનાવ અંગે આણંદ અને બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોરસદ શહેરમાં રહેતી એક યુવતી આણંદ શહેરમાં આવેલ આઈટીઆઈમાં કોપાનો કોર્ષ કરે છે અને બોરસદથી આણંદ અપડાઉન કરે છે.તેણીની સગાઈ એક વર્ષ પૂર્વે ધુવારણમાં રહેતા વૃષભ રમેશચંદ્ર ભાવસાર સાથે થઈ હતી.સગાઈ બાદ વૃષભ યુવતીને અવારનવાર તેની સાથે ફરવા લઈ જવા માટે કહેતો હતો. જેથી કંટાળીને યુવતીએ બે માસ અગાઉ સગાઈ તોડી નાખી હતી. દરમ્યાન ગતરોજ બપોરના સુમારે યુવતી આઈટીઆઈમાં હતી અને રીશેષ ટાઈમમાં કોલેજના પાર્કીંગમાં હતી ત્યારે વૃષભ ભાવસાર આવી પહોંચ્યો હતો અને સગાઈ તોડી નાખવાની અદાવત રાખી યુવતીને ગાળો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો.
આ દ્રશ્ય જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને યુવતીને મારથી છોડાવી હતી ત્યારે જતા જતા આજે તો તું બચી ગઈ છું પરંતુ ફરીથી લાગ મળશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.જેથી આ બનાવથી ગભરાયેલી યુવતીએ આણંદ શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વૃષભ ભાવસાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
The post આણંદ: સગાઇ તોડી નાંખવાની અદાવતમાં યુવાને યુવતીને જાહેરમાં ધોઇ નાંખી appeared first on Sandesh.