કર્મ કરો અને ફળની આશા ન રાખો, તે ફળ્યા વગર રહેતું જ નથી : કૃષ્ણ સંદેશ

ગીતામાં કહેવાયું છે કે જે વ્યક્તિ દિવ્ય કર્મો કરે છે તે સર્વ ઈચ્છાઓની પૂર્તિ કરીને અંતે ઈશ્વરને પામે છે. ગીતા શ્લોક..
જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં ચ વેત્તિ તત્ત્વઃ ।
ત્યકત્વાદેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુનઃ ।। ૪/૯ ।।
અર્થાત્
હે અર્જુન મારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મને જે જાણે છે તે દેહ છોડયા પછી પુનર્જન્મ પામતો નથી, પરંતુ તે મને જ પામે છે. *
જે ભગવાનના સ્વરૃપને, તેમના પ્રાગટયને એટલે કે તેમના અવતારી રૃપને અને અવતાર દરમિયાન તેમણે જે દિવ્ય કર્મો કરેલ છે તેને જાણી લે છે તે આત્મા પોતાનું શરીર ત્યાગી દીધા પછી તેણે ફ્રીથી આ જગતમાં અવતાર લેવો પડતો નથી, કેમ કે ભગવાનના દિવ્ય સ્વરૃપ-પ્રકૃતિ કે કર્મને જાણી લીધા બાદ તે સ્વયં ભગવાનને જ પામી જાય છે. એકવાર ભગવાનને પામી લેનાર આત્માને પછી તો ભગવાન પોતાના ધામમાં અર્થાત્ પોતાનામાં જ સમાવી લે છે. તેણે આ ધરતી પર લખચોર્યાશીના ફ્ેરામાં પુનર્જન્મ લેવાનો આવતો જ નથી. આનો સારાંશ એ છે કે આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન ઇશ્વરના કર્મ , દિવ્યસ્વરૃપ અથવા તો પ્રભુએ તેમના અવતાર દરમિયાન જે લીલાઓ કરી છે તેને જાણવાનો પામવાનો જ પ્રયત્ન કરવો જોઇએ. જો તેમાં આપણે ચિંતનાત્મક પ્રયાસ કરીએ તો તે અવતારનું સમગ્ર રહસ્ય પણ જાણી શકીએ છીએ. અને આવું રહસ્ય જાણ્યા પછી ભગવાન પોતે જ આપણને પુનર્જન્મ આપતા નથી. દેહ ત્યાગ પછી ભગવાન આવા જીવોને પોતાનામાં જ સમાવી લે છે. એ રીતે તે આત્માનો મોક્ષ થઇ જાય છે.
The post કર્મ કરો અને ફળની આશા ન રાખો, તે ફળ્યા વગર રહેતું જ નથી : કૃષ્ણ સંદેશ appeared first on Sandesh.