જામનગર: સગીરાને ગર્ભવતી બનાવનાર સાવકા પિતાની આખરે થઇ ધરપકડ

જામનગર શહેરમાં બાળા ઉપર દુષ્કૃત્ય અને હત્યાના બનાવની શાહી હજુ સુકાય નથી. ત્યાં જામજોધપુરના બુટાવદરમાં સાવકા બાપે સગીર પુત્રી ઉપર છેલ્લા ચાર માસ સુધી અવાર-નવાર બળાત્કાર ગુજારીને ગર્ભ રાખી દીધાની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી દીધી છે. નરાધમ બાપને ઝડપી લઈને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
જામનગર શહેરની ૯ વર્ષની માસુમ બાળા ઉપર સાવકા ભાઈ અને બાપ અને બહેનના બનાવનો લોકોમાં ઉઠેલો જનાક્રોશ હજુ બુઝાયો નથી. ત્યાં જ જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતાં શ્રમિક પરિવારની ૧૪ વર્ષની સગીરા ચારેક માસ પહેલા તેણીના ઘરે હતી. ત્યારે બપોરના મજુરી કામે ગયેલા સાવકો બાપ જમવા માટે આવ્યો હતો અને સાવકા બાપની દાનત ફરતાં એકલતાંનો લાભ લઈને સગીરા ઉપર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ આ બનાવની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કંઈ થયું ન હોય તેમ ફરી સાવકો બાપ મજુરી કામે ચાલ્યો ગયો હતો. છેલ્લા ચાર માસમાં સાવકા બાપે સગીરા ઉપર ત્રણ થી ચાર વખત બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ છેલ્લા થોડા દિવસોથી સગીરાની તબીયત બગડતાં સારવાર માટે તેણીની માતા ઉપલેટાના પાનેલી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. જ્યાં તેણી ગર્ભવતી હોવાનું સામે આવતાં માતા ભાંગી પડી હતી અને ઘરે આવીને સગીર પુત્રીને સાંત્વના આપીને પુછપરછ કરતાં પુત્રીએ આખી ઘટના કહેતાં માતા અવાચક બની ગઈ હતી.
પુત્રીને સાથે શેઠવડાળા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં મહિલા પીએસઆઈ વી.એ.ચાંડેરાને તમામ જણાવ્યું હતું. આ અંગેની પીએસઆઈ ઉપલા અધિકારીને આ બનાવથી વાકેફ કરીને સાવકા બાપ સામે રાઈટર અમૃતભાઈ (ભુવાભાઈ)પરમારએ બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસે સગીરાને તબીબી પરીક્ષણ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે નરાધમ સાવકા બાપને પોલીસે ઝડપી લીધો છે. રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. સુત્રોમાંથી જાણવા મળે છે કે, ભોગ બનનારના માતાના પ્રથમ લગ્ન ધુતારપરગામમાં થયા હતાં. જે બાદ ચાર સંતાનો સાથે જામજોધપુરના બુટાવદરગામમાં આ નરાધમ સાવકા બાપ સાથે ૧૦ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતાં.
The post જામનગર: સગીરાને ગર્ભવતી બનાવનાર સાવકા પિતાની આખરે થઇ ધરપકડ appeared first on Sandesh.