સુધરે એ બીજા- ચીન એનું એ: ભારતને ફરી ધમકી આપતા કહ્યું, તિબેટ મુદ્દાથી દૂર રહો નહીં તો…

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એકવાર ફરી ભારતને ધમકી આપી છે. આ સમાચાર પત્રનાં સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મીડિયાનાં કેટલાક ભાગોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે ભારતે તિબેટ કાર્ડનો ઉપયોગ કરવો જોઇએ. સમાચાર પત્રએ કહ્યું કે આ રસ્તાથી ભટકેલો અને બેજવાબદાર વિચાર છે.
તિબેટ ચીનનો આંતરિક મુદ્દો 
પ્રસ્તાવિત ‘તિબેટ કાર્ડ ભારતીય ઇકોનોમી માટે નુકસાનકારક’ શીર્ષક હેઠળ લખવામાં આવેલા લેખમાં સમાચાર પત્રએ કહ્યું કે, ભારતમાં કેટલાક લોકોનું એ વિચારવું છે કે ચીનની સાથે તણાવ દરમિયાન તિબેટ કાર્ડથી ફાયદો થઈ શકે છે. આ વિચાર એકદર ભ્રમ છે. સમાચાર પત્રએ લખ્યું કે, તિબેટ ચીનનો આંતરિક મુદ્દો છે અને આ મુદ્દાને અડવું ના જોઇએ. ગ્લોબલ ટાઇમ્સે તિબેટની તરક્કી વિશે લખ્યું છે. દાવો કર્યો છે કે અત્યારનાં કેટલાક વર્ષોમાં તિબેટમાં તુલનાત્મક રીતે વધારે ઝડપથી વિકાસ થયો છે.
તિબેટની જીડીપી 8.1 ટકાનાં દરે વધી
ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે તિબેટ વિસ્તારમાં સામાજિક વાતાવરણ તૈયાર કરવા માટે વિકાસ એક સારો પાયો છે. ચીનનાં અંગ્રેજી સમાચાર પત્રએ કહ્યું કે, તથાકથિત તિબેટ કાર્ડ ફક્ત કેટલાક ભારતીયોની કલ્પનાની ઉપજ છે અને વાસ્તવિકતામાં આનું કોઈ મહત્વ નથી. ચીને એ પણ દાવો કર્યો છે કે 2019માં તિબેટની જીડીપી 8.1 ટકાનાં દરે વધી છે.
નેપાળ સાથે તિબેટનો વેપાર 26.7 ટકા વધ્યો
તિબેટ વિસ્તારે 71 દેશો સાથે વ્યાપારિક સંબંધો બનાવ્યા. નેપાળ સાથે તિબેટનો વેપાર 26.7 ટકા વધ્યો. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ચીન વિરોધી કેટલીક તાકાતો તિબેટ મુદ્દાનો ઉપયોગ કરીને ચીનની ‘વન ચાઇના પૉલિસી’ની વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ફેક્ટ્સ આવા શબ્દોથી વધારે શક્તિશાળી છે. ચીને કહ્યું કે ચીનની ઇકોનોમી ઝડપથી વધે છે તો સમાજમાં સ્થિરતા આવશે. આનાથી ચીન અને ભારતનાં વેપારી સંબંધો પણ સારા થશે. ચીને કહ્યું કે, આશા કરીએ છીએ કે ભારત એ રાજ્યોમાં આર્થિક સ્થિતિ સારા કરવાનાં પ્રયત્નો કરશે જે તિબેટની આસપાસ છે.
આ વિડીયો પણ જુઓ: અમદાવાદ PSI શ્વેતા જાડેજાને કોર્ટમાં રજૂ કરાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને
ફેસબુક,
ટ્વીટર,
ઇન્સ્ટાગ્રામ અને
યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશનThe post સુધરે એ બીજા- ચીન એનું એ: ભારતને ફરી ધમકી આપતા કહ્યું, તિબેટ મુદ્દાથી દૂર રહો નહીં તો… appeared first on Sandesh.