ચીનને ભારતની માફક કચકચાવીને તમાચો મારવા જઇ રહ્યું છે અમેરિકા, આપ્યા મોટા સંકેત

જેનું અનુમાન હતુ એ જ થઈ રહ્યું છે. ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો તો હવે ડ્રેગને આ તમાચો વધારે જોરથી પડવા જઇ રહ્યો છે. અમેરિકા પણ હવે ટિકટોક સહિત ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાને લઇને ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે. અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સોમવાર મોડી રાત્રે આ સંબંધિત જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે નિશ્ચિત રીતે ચીની એપ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યા છીએ. બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં પણ ચીની એપ પર પ્રતિબંધ લગાવવાની માંગ વધી રહી છે.
ભારતમાં ટિકટોક બેન થતા 6 અબજ ડૉલરનું થયું નુકસાન
ભારતમાં ટિકટોક બેન થતા ચીની કંપનીને લગભગ 6 અબજ ડૉલરનું નુકસાન થયું છે. આ પહેલા ગત દિવસોમાં ભારત સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દીધો હતો. ત્યારબાદ ચાઇનીઝ કંપનીઓ તરફથી સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે તે ભારતીય યૂઝર્સનો ડેટા ચાઇનીઝ સરકાર સાથે શેર નહોતી કરી રહી. ટિકટોકનાં સીઈઓ કેવિન માયરે ભારત સરકારને ચિઠ્ઠી લખીને કહ્યું કે ચાઇનીઝ સરકારે ક્યારેય પણ યૂઝર્સનાં ડેટાની માંગ નથી કરી.
ચીનમાં આ પહેલાથી જ પ્રતિબંધિત છે ટિકટોક
આશ્ચર્યની વાત એ છે કે ટિકટોકને ભલે ભારતમાં અત્યારે બેન કરી દેવામાં આવ્યું હોય, પરંતુ ચીનમાં આ પહેલાથી જ પ્રતિબંધિત છે. જો કે આ એપ જે કંપનીની છે તે ચાઇનીઝ છે. ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ તેણે બેઇજિંગથી અંતર બનાવી લીધું છે. કંપની સતત સ્પષ્ટતા આપી રહી છે કે ભારતીય યૂઝર્સનો ડેટા સિંગાપુરનાં સર્વરમાં સેવ થઈ રહ્યો છે અને ચીનની સરકારે ના તો ડેટાની માંગ કરી છે અને ના કંપની આ રિક્વેસ્ટને ક્યારેય પૂર્ણ કરશે.
કંપનીએ 2016માં ચાઇનીઝ માર્કેટ માટે Douyin એપને લોન્ચ કરી
ByteDanceની સ્થાપના 2012માં થઈ હતી. કંપનીએ 2016માં ચાઇનીઝ માર્કેટ માટે Douyin એપને લોન્ચ કરી હતી. આ ટિકટોક જેવી જ છે. જો કે આ ત્યાંનાં કડક નિયમોનાં આધાર કામ કરે છે. 2017માં બાઇટડાન્સે ટિકટોકને લૉન્ચ કર્યું. આ એપ પર ચીનમાં પ્રતિબંધ છે, અથવા એમ કહો કે આને ચીનનાં બજારમાં લૉન્ચ કરવામાં નથી આવી કેમકે ત્યાં ઘણા પ્રતિબંધો છે. કંપનીએ બંને એપ માટે અલગ-અલગ સર્વરનો ઉપયોગ કર્યો છે.
આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને
ફેસબુક,
ટ્વીટર,
ઇન્સ્ટાગ્રામ અને
યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશનThe post ચીનને ભારતની માફક કચકચાવીને તમાચો મારવા જઇ રહ્યું છે અમેરિકા, આપ્યા મોટા સંકેત appeared first on Sandesh.