ડિપ્રેશનનો ભોગ બનેલા આ અભિનેતાએ અચાનક છોડ્યુ સોશિયલ મીડિયા, પ્રશંસકો ચિંતાતુર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડિપ્રેશનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન, તાજેતરમાં જ એક ટીવી એક્ટરે ખુલાસો કર્યો હતો કે તે લોકડાઉન દરમિયાન ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. તેની પોસ્ટ પછી, અભિનેતાએ અચાનક જ સોશિયલ મીડિયાને અલવીદા કહી દીધુ છે.
‘કસૌટિ જિંદગી કી 2’માં અનુરાગ બાસુની ભૂમિકા નિભાવનાર અભિનેતા પાર્થ સમથાને એક પોસ્ટ લખીને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે લોકડાઉન દરમિયાન શૂટિંગ બંધ કરાયું હતું અને તે ઘરે જ હતો. તેના મનમાં ઘણા નકારાત્મક વિચારો આવી રહ્યા હતા અને તેના કારણે તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો હતો. ઇન્સ્ટા સ્ટોરી પર પાર્થે કહ્યું કે સોશિયલ મીડિયાને થોડા સમય માટે અલવિદા કહી રહ્યો છુ.

ઘરની બાલ્કનીમાંથી ખેંચેલી તસવીર સાથે પાર્થ લખે છે કે ‘હું થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર જઈ રહ્યો છું. ફરી મળીશું પાર્થના ચાહકો આ પોસ્ટ પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા પાર્થ સમથાને લખ્યું છે કે, ‘હું મારા મિત્રો, ચાહકો અને તમામ પ્રેમાળ લોકોનો આભારી છું કે જેમણે મને સકારાત્મક અને સારા વ્યક્તિ બનવામાં મદદ કરી. ખુબ ખુબ આભાર. ‘ તેણે કેપ્શનમાં લખ્યું, ‘હા, લોકડાઉન દરમિયાન ડિપ્રેશન અને દુ:ખની ક્ષણો આવી હતી, પરંતુ આ તે ક્ષણો છે જે આપણને મજબૂત બનાવે છે અને આગળ વધવામાં મદદ કરે છે, જેથી એક દિવસ જ્યારે આ કોરોના સમાપ્ત થઈ જશે આપણે ફરીથી આપણી દુનિયામાં હસતા ખેલતા રહી જશુ.

View this post on Instagram


Yes there were moments of depression and sadness during this lockdown, but that’s what gives us strength to be stronger and push ourselves so that one day when this pandemic is over .. We are Ready !!! To face this world againnnn !!!! #staypostive
A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on Jul 1, 2020 at 7:57am PDT

વિકાસ ગુપ્તાએ પાર્થ સમથાન અને પ્રિયંક શર્મા પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિકાસે એક ટ્વિટમાં લખ્યું કે, ‘હવેથી મને બ્લેકમેઇલ કરવામાં આવશે નહીં. પ્રિયંક શર્મા, પાર્થ સમથન મને દબાણ કરવા બદલ બંનેનો આભાર તમે જે કર્યુ તેનાથી સત્ય બહાર આવ્યુ.
આ વીડિયો જુઓ: રાજકોટ જીવના જોખમે મુસાફરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને
ફેસબુક,
ટ્વીટર,
ઇન્સ્ટાગ્રામ અને
યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશનThe post ડિપ્રેશનનો ભોગ બનેલા આ અભિનેતાએ અચાનક છોડ્યુ સોશિયલ મીડિયા, પ્રશંસકો ચિંતાતુર appeared first on Sandesh.