કાનપુર શૂટઆઉટ: વિકાસ દુબેને શોધવા માટે 40 ટીમો લાગી, ભારત-નેપાળ સરહદ સીલ કરાઈ

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં થયેલા શૂટઆઉટમાં 8 પોલીસ જવાનોની નિર્મમ હત્યા બાદ ગેંગસ્ટર વિકાસ દુબે હજુ પણ પોલીસની પહોંચથી બહાર છે. વિકાસ દુબેને શોધવા માટે 40 ટીમો કામ કરી રહી છે. ભારત-નેપાળની 120 કિલોમીટરની સરહદ સીલ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લખમીપુરની આસપાસ પોલીસને વિકાસનાં હોવાના સમાચાર મળ્યા છે, ત્યારબાદ અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા મોહમ્મદીની આસપાસ વિકાસ દુબેનાં લોકેશનનાં ઇનપુટ પોલીસને મળ્યા છે.
ખીરીનાં જંગલોથી નેપાળ નીકળ્યો વિકાસ
પોલીસને એ પણ સૂચના મળી છે કે તે ખીરીનાં જંગલોથી નેપાળ નીકળ્યો છે, ત્યારબાદ જિલ્લામાં સતર્કતા વધારી દેવામાં આવી છે. એસપી પૂનમે જણાવ્યું કે ઇન્ડો-નેપાળ બૉર્ડરની લંબાઈ જિલ્લામાં 120 કિલોમીટર છે. 4 પોલીસ સ્ટેશન છે. આખા બૉર્ડર પર પોલીસ, એસએસબી, ફૉરેસ્ટ ફૉર્સ ચોકન્ની છે. જિલ્લાની તમામ સીમાઓને પણ સીલ કરીને વાહનોની સઘન તપાસ થઈ રહી છે. વિકાસનાં પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. બિકરૂ હત્યાકાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ વધી ગયો છે. પોલીસે વિકાસ દુબેનાં સીધા સંપર્કમાં આવનારા અનેક નામી લોકોને પુછપરછ માટે કસ્ટડીમાં લીધા છે.
પોલીસે કાર માલિક જય બાજપેયીને કસ્ટડીમાં લીધો 
આમાંથી અનેક લોકોને એસટીએફ લખનૌ લઇ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાનપુરમાં ઘટનાનાં આગલા દિવસે બિનવારસી મળેલી એક લગ્ઝરી કારનાં મામલે પોલીસે કાર માલિક જય બાજપેયીને કસ્ટડીમાં લીધો છે. તેની સાથે લખનૌમાં પુછપરછ કરવામાં આવી રહી છે. જયની પત્ની અને પરિવારનાં અન્ય સભ્યોને પણ કાનપુરનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પુછપરછ થઈ રહી છે. પોલીસને શક છે કે શાસ્ત્રી નગરમાં બિનવારસી મળેલી જયની કારથી જ વિકાસ દુબે કાનપુરની બહાર ભાગ્યો. ત્યારબાદ કાર અહીં ઉભી કરવામાં આવી. ફક્ત 6 વર્ષમાં પાનનાં ગલ્લાથી અઢળક સંપત્તિનાં માલિક થયેલા જય બાજપેયીની ઇન્કમનાં સ્ત્રોત પર પણ પુછપરછ કરવામાં આવી રહી છે.
કૉમિડિયન અન્નૂ અવસ્થીની પણ પુછપરછ
રવિવારનાં મોડી રાત્રે પોલીસે શહેરનાં જાણીતા કૉમિડિયન અન્નૂ અવસ્થી સાથે પણ કાકાદેવ પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરી. ત્યારબાદ તેને ઘરે જવા દેવામાં આવ્યો. 30 જૂનનાં થયેલી એક પાર્ટીમાં અન્નૂ અવસ્થી, જય બાજપેયી અને વિકાસ દુબે સાથે હતા. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. પુછપરછનાં ક્રમમાં બીજેપી નેતા પ્રમોદ વિશ્વકર્મા ઉપરાંત કપિલ સિંહ ચૌહાણ વગેરે સાથે પણ પુછપરછ કરવામાં આવી ચુકી છે. આરોપ છે કે લગ્ઝરી ગાડીઓને વિકાસ ઉપયોગ કરતો હતો.
આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને
ફેસબુક,
ટ્વીટર,
ઇન્સ્ટાગ્રામ અને
યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશનThe post કાનપુર શૂટઆઉટ: વિકાસ દુબેને શોધવા માટે 40 ટીમો લાગી, ભારત-નેપાળ સરહદ સીલ કરાઈ appeared first on Sandesh.