જોબાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા ૬ શકુનિઓ આબાદ ઝડપાયા

લીંબડી,તા.૧૮
ચુડા તાલુકાના જોબાળા ગામે તીનપતીનો જુગાર રમાઈ રહયાની બાતમી મળતા ચુડા પોલીસે ગત રાત્રીના જોબાળા ગામે  રેડ કરતા જાહેરમાં જુગાર રમી રહેલા ૬ શકુનીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી મુકતા ચુડા તાલુકાના જુગારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઇસરો સેટેલાઈટ લોન્ચ માટે નવી પ્રપલ્શન સિસ્ટમ ડેલવપ કરાશે

નવી દિલ્હી,તા.૧૮
અવકાશમાં સેટેલાઇટ તરતો મૂકવાના જંગી ખર્ચ પર કાપ મૂકી તેને કિફાયત દરે અવકાશમાં તરતો મૂકવા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઔ(ઇસરો) હવે નવી પ્રપલ્શન(ધક્કો મારી આગળ ધપાવવંુ) સિસ્ટમ ડેવલપ કરવા પર ધ્યાન આપી રહી છે. ઇપીના ટચુકડા નામે જાણીતી આ સિસ્ટમ હેઠળ એવ ટેક્નોલોજી વિકસાવાઈ રહી છે જે સોલાર એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં પરાર્વિતત કરી શકે. એ ઇલેક્ટ્રિક એનર્જી ત્યાર બાદ સ્પેસમાં રોકેટ કે પછી સેટેલાઇટને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. તેને કારણે સેટેલાઇટ લોન્ચ કરનાર રોકેટમાં પણ ઇંધણ ઓછું વપરાશે.

બામણબોરથી પ૭.૪૦ લાખના દારૃ સાથે ઝડપાયેલ શખ્સ રિમાન્ડ ઉપર

લીંબડી,તા.૧૮
સૈારાષ્ટ્રના  પ્રવેશ   દ્રાર એવા ચોટીલા તાલુકાનો બામણબોર હાઈવે વિદેશી દારૃ નું હબ બની ગયુ છે ત્યારે છેલ્લા   દસ દિવસમાં રાજકોટ આર.આર.સેલ દ્દારા  બે કરોડ થી વધુ કિંમતનો વિદેશી દારૃના જથ્થો  ઝડપી પાડી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી મુકી છે. ત્યારે ગત રોજ પ૭.૪૦ લાખના વિદેશી દારૃ સાથે ઝડપાયેલ પંજાબી ખેપીયાને કોર્ટમાં રજૂ કરતા ૩  દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.