લિવરપુલ-ટોટનહામ ટાઇટલના ૧૮ વર્ષના દુકાળને ખતમ કરવા આતુર

। મેડ્રિડ ।
યૂએફા ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલ શનિવારે મોડી રાત્રે રમાશે ત્યારે બે ટોચની ઇંગ્લિશ ક્લબ લિવરપુલ તથા ટોટનહામ લાંબા સમયથી ચાલી રહેલા ટાઇટલના દુકાળને ખતમ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. સંયુક્ત રીતે બંને ક્લબોએ કોઇ પણ ટ્રોફી જીતીને ૧૮ વર્ષ થઇ ચૂક્યા છે. લિવરપુલે છેલ્લા સાત વર્ષથી કોઇ ટ્રોફી જીતી નથી તો બીજી તરફ ટોટનહામ છેલ્લા ૧૧ વર્ષથી ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહી છે. વર્તમાન સિઝનમાં લિવરપુલના મેનેજર જુર્જેન ક્લોપ તથા ટોટનહામના મેનેજર મોરિસિયો પોચેટિનોના માર્ગદર્શનમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમ છતાં બંને ટીમો ટાઇટલ જીતવાથી વંચિત રહી છે.

વિન્ડીઝ ૨૧૮ બોલ બાકી રાખીને જીત્યું

। નોટિંગહામ ।
મેન ઓફ ધ મેચ ઓશાને થોમસના ઘાતક સ્પેલ બાદ ક્રિસ ગેઇલને નોંધાવેલી અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૨૧૮ બોલ બાકી રાખીને સાત વિકેટે હરાવી પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. પાકિસ્તાનની પૂરી ટીમ ૨૧.૪ ઓવરમાં માત્ર ૧૦૫ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝ ટીમે ૧૩.૪ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૦૮ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાનનો આ બીજો લોએસ્ટ સ્કોર રહ્યો છે. આ પહેલાં પાકિસ્તાને ૧૯૯૨માં એડિલેડ ખાતે ઇંગ્લેન્ડ સામે ૭૪ રનનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.

વર્લ્ડ કપ: વેસ્ટઇન્ડીઝ સામે ભૂંડી રીતે હાર્યા બાદ પાકિસ્તાનનાં કેપ્ટને જણાવ્યું હારનું કારણ

વર્લ્ડ કપ 2019ની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનનો વેસ્ટઇન્ડીઝ સામે ભૂંડો પરાજય થયો છે. 7 વિકેટથી મળેલી હાર બાદ પાકિસ્તાનની ટીમનાં કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યું કે, “ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતી વખતે જો તમે વિકેટો તરત જ ગુમાવી દો છો તો મેચમાં પુનરાગમન કરવું મુશ્કેલ રહે છે. આ મેચની શરૂઆતની ઑવર્સમાં બૉલર્સને મદદ મળી, પરંતુ 30 મિનિટ પછી પિચ બેટિંગ માટે સારી થઈ ગઈ હતી. સત્ય એ છે કે અમે સારી બેટિંગ નથી કરી. અમે આ મેચમાં સારું પ્રદર્શન ના કર્યું, પરંતુ મને એ વાતની સંપૂર્ણ આશા છે કે અમારી ટીમ આગામી મેચમાં પુનરાગમન કરશે.”
શૉર્ટ પિચ બૉલ બન્યા પાકિસ્તાન માટે મુશ્કેલી

વર્લ્ડ કપ: શનિવારે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે બેટ-બૉલનો જંગ

આઈસીસી વિશ્વ કપ 2019 ધીરેધીરે પોતાનો રંગ પકડી રહ્યો છે. અત્યાર સુધી 2 મેચો પૂર્ણ થઈ છે, જેમાં એક મેચમાં યજમાન ઇંગ્લેન્ડનો અને બીજી મેચમાં વેસ્ટઈન્ડીઝનો વિજય થયો છે. તો આવતીકાલે 1 જૂનનાં રોજ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામ-સામે ટકરાશે. તો અન્ય મેચમાં ઑસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે બાથ ભરશે. શનિવારનાં રોજ સોફિયા ગાર્ડન્સ મેદાન પર ન્યૂઝીલેન્ડનો સામનો શ્રીલંકા સામે થશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડ શ્રીલંકા કરતા મજબૂત માનવામાં આવે છે.
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની તાકાત અને કમજોરી