માનુષી છિલ્લરને હિન્દી ફિલ્મની મળતી ઓફર

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ માનુષી તેની પ્રથમ ફિલ્મમાં રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી નજરે પડશે. માનુષીના બોલિવુડ ડેબ્યુને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે તેની પ્રથમ ફિલ્મને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. જો કે હજુ તેની ફિલ્મના શુટિંગને લઇને સમય લાગી શકે છે. ખાસ બાબત એ છે કે માનુષી તેની પ્રથમ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ સાથે કરી રહી છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર ફિલ્મને લઇને આશાવાદી છે. તે હવે બોલિવુડમાં હિસ્સો બનવા માટે ત્ૌયાર છે.

બોલિવુડમાં ફિટ છે કે કેમ તેને લઇને િંચતા કરતી નથી : કલ્કી

બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી કલ્કી કોચલિને કહ્યુ છે કે તે આ બાબતની િંચતા કરતી નથી કે બોલિવુડમાં તે ફિટ બેસે છે કે કેમ પરંતુ તે બોલિવુડ ફિલ્મોમાં સ્થાન જમાવી લેવામાં સફળ રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝમાં તેને કામ મળી રહ્યુ છે તે તેના માટે ખુબ સારી બાબત છે. સ્પર્ધા હોવા છતાં કલ્કી બોલિવુડમાં સ્થાન જમાવી લેવામાં સફળ પુરવાર થઇ છે. કેટલાક પુરૂષો સાથે તેના સંબંધની ચર્ચા પણ સતત રહી  છે. તેનુ કહેવુ છે કે તે કોઇ ફિલ્મની રચનાત્મક પ્રક્રિયાને પ્રેમ કરે છે. આમાં જ ખુશી મળે છે.

સલમાન-આલિયાની ફિલ્મ માટેની તૈયારી શરૂ કરાઇ છે

સલમાન અને આલિયા સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નવી ફિલ્મનુ શુટિંગ કરનાર છે. જ્યારથી સલમાન અને આલિયા ભટ્ટની નવી ફિલ્મ ઇંશાઅલ્લાહની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભારે ચર્ચા જોવા મળી રહી છે. સંજય લીલા આ ફિલ્મ બનાવી રહૃાા છે. આ ફિલ્મનુ શુટિંગ ઉત્તર ભારતના અલગ અલગ હિસ્સામાં કરવામાં આવનાર છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ એક નાનકડા શહેરની મિડલ ક્લાસ યુવતિના રોલમાં નજરે પડનાર છે. જેનુ ઘર વારાણસીમાં દર્શાવવામાં આવનાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મના કેટલાક હિસ્સાનુ શુટિંગ ઉત્તરાખંડમાં પણ કરવામાં આવનાર છે. ત્યારબાદ ફિલ્મના એક હિસ્સાનુ શુટિંગ અમેરિકામાં કરવામાં આવનાર છે.

દિશાના ઇન્સ્ટાગ્રામ પર ૧૩ મિલિયનથી વધારે ચાહક

ખુબસુરત દિશા પાટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સોશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૩ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે પોતાના ખુબસુરત, હોટ, અને બોલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે. આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે.

રિતિક રોશન અને કેટરીના ફરી એક સાથે

કેટરીના કેફ અને રિતિક રોશનની જોડી ફરી એકવાર ધુમ મચાવવા માટેની ત્ૌયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હિન્દૃી સિનેમાની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની ત્ૌયારી કરી લેવામા ંઆવી છે.આ ફિલ્મમાં રિતિક રોશન લીડ રોલમાં નજરે પડનાર છે. ફિલ્મની સાથે જોડાયેલા લોકોની બાબત પર વિશ્ર્વાસ કરવામાં આવે તો રિમેક ફિલ્મમાં કેટરીના કેફ નજર પડનાર છે. ફિલ્મમાં જોરદાર એક્શન સીન રાખવામાં આવી શકે છે. ફિલ્મને નવી રીતે રજૂ કરવા માટેની ત્ૌયારી કરી લેવામાં આવી છે. અગાઉ રિતિક રોશન અને કેટરીના કેફ બેંગ બેંગ ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે બંનેની જોડી ફરી ચમકનાર છે.