આજે CAA મામલે મમતા-ઓવૈસી કરશે સરકાર વિરુદ્ધ કરશે હલ્લાબોલ

નવી દિલ્હી, 10
નાગરિકતા સુધારો અધિનિયમ સામે દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી જ રહ્યા છે. બંગાળમાં આજે મમતા બેનર્જીની પાર્ટી સીએએ વિરુદ્ધ નોન સ્ટોપ હડતાલ શરૂ કરશે. જ્યારે હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે. આ સિવાય કેટલાક મુસ્લિમ સંગઠનોએ એક દિવસના રોઝા રાખવાની જાહેરાત કરી છે.

મીઠીરોહરના ગોડાઉનમાંથી થયેલ ૨૧.૬૫ લાખની ચોખા ચોરીમાં પાંચ શખ્સો ઝડપાયા

  • પોલીસે 97 બોરી ચોખા રિકવર કર્યા માલ ખરીદનાર વેપારીની પણ ધરપકડ કરી

ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક આવેલા ગોડાઉનના પત્તરા ખોલીને 21.65 લાખ ની  ચોખાની ચોરી થઈ હતી આ મામલામાં દિલ્હી સ્થિત કંપનીના મેનેજરે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી દરમિયાન પૂર્વ બાતમીના આધારે તસ્કરોની ભાળ મળતા પાંચ શખ્સોને ઝડપી ચોખા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને આરોપીઓના કબજામાંથી 97 બોરી ચોખા કબજે કરીને માલ ખરીદનાર વેપારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો નિર્ભયાનો દોષી મુકેશ, ફાંસીથી બચવા રજૂ કર્યું આ કારણ

નવી દિલ્હી, 10
નિર્ભયા ગેંગરેપના દોષી વિનયકુમાર શર્મા બાદ હવે અન્ય એક દોષી મુકેશસિંહે સુપ્રીમ કોર્ટમાં એક ક્યૂરેટીવ અરજી દાખલ કરી છે. મુકેશસિંહના વકીલે ગુરુવારે સાંજે આ અરજી દાખલ કરી હતી. આ પહેલા વિનયે ગુરુવારે જ ફાંસીની સજા વિરુદ્ધ ક્યૂરેટીવ અરજી કરી હતી.
નિર્ભયા કેસના ચારેય દોષીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે, પરંતુ ગુનેગારો ફાંસીની સજાને લંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોપીઓ ઇચ્છે છે કે ફાંસીનો અમલ કરવાની તારીખ મોકૂફ રાખવામાં આવે. ગુરુવારે આ સંદર્ભે દોષી મુકેશ સિંહ અને વિનયકુમાર શર્મા વતી એક અરજી દાખલ કરવામાં આવી છે.

અર્થવ્યવસ્થામાં ઘટાડા સાથે શરુ થયું વર્ષ 2020

નવી દિલ્હી, 10
નવા વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર મળી રહ્યા છે. વર્લ્ડ બેંકે વિકાસ દરને પાંચ ટકા સુધી ઘટાડ્યો છે.  ભારતીય અર્થવ્યવસ્થામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો  છે. નવા વર્ષના 10 દિવસ વીતી ચુક્યા છે અને ભારતીય અર્થવ્યવસ્થા માટે ત્રણ ખરાબ સમાચાર આવ્યા. તેના પરથી એક વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે અર્થ વ્યવસ્થાના સારા દિવસો આવવામાં હજી ઘણી વાર છે. ગુરુવાર અને 9 જાન્યુઆરીના રોજ વર્ડ બેન્કએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરને 6.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.

ગાંધીધામ જૈન સોશ્યલ ગ્રુપને રાજ્ય સ્તરે સર્વશ્રેષ્ઠ એવોર્ડ

  • જે. એસ. જી. પ્રમુખ મુકેશ પારેખ અને  સચિવ અમિત જૈન  પ્રાંતમાં સર્વશ્રેષ્ઠ

જૈન સોસ્યલ ગ્રુપ અંતરરાષ્ટ્રીય ફેડેરેશનનું પ્રાંત કક્ષાનું ક્ષેત્રીય અધિવેશન ગાંધીધામ ખાતે યોજવામાં આવ્યું હતું આ ક્ષેત્રીય અધિવેશનમાં ગુજરાત ના ૩૪ થી વધરે જે. એસ. જી. ગ્રુપો અને 12 સંગીની ગ્રુપોને વર્ષ દરમિયાન એમના કરેલા સારા કાર્યો માટે એવાર્ડ આપવામાં આવ્યા હતા.