અમેરિકાએ મોદી સરકારને આપ્યો તગડો ઝાટકો, ભારત પાસેથી આંચકી લીધો આ દરજ્જો

અમેરિકાએ ભારતને મળેલ Generalized System of Preferences (GSP) ટ્રેડ પ્રોગ્રામ ખતમ કરી દીધો છે. જે પાંચ જૂનથી લાગૂ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે 4 માર્ચે આની જાહેરાત કરી હતી કે તે GSP કાર્યક્રમમાંથી ભારતને બહાર કરી નાખશેેે. ત્યારબાદ 60 દિવસનો નોટિસ પીરિયડ ચાલતો હતો જે હવે 3મેથી સમાપ્ત થઈ જશે. કોઈ પણ સમયે હવે માત્ર ઔપચારિક રીતે આની જાહેરાત થઈ જશે.

કેબિનેટ પ્રધાનોના ખાતાની ફાળવણી બાદ શેરબજારમાં ભારે અફરાતફરી

। મુંબઈ ।
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેબિનેટ પ્રધાનોના મહત્ત્વના ખાતાઓની ફાળવણીની જાહેરાત બાદ શુક્રવારે બપોરે શેરબજારમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. રોકાણકારો વેચવાલી ઉપર ઊતરી આવ્યા હતા. સેન્સેક્સ તથા નિફ્ટીમાં શરૂઆતનો સુધારો પાછળથી ધોવાઈ ગયો હતો અને શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૧૭.૭૭ પોઇન્ટ ઘટી ૩૯,૭૧૪.૨૦ અને નિફ્ટી ૨૩.૧૦ પોઇન્ટ ઘટી ૧૧,૯૨૨.૮૦ ઉપર બંધ થયા હતા. સેન્સેક્સે ૪૦,૦૦૦ની અને નિફ્ટીએ ૧૨,૦૦૦ની સપાટી વટાવી હતી. જોકે, સેન્સેક્સ એક તબક્કે ૪૦૦ પોઇન્ટ તૂટયો હતો અને નિફ્ટીમાં ૧૧,૯૫૦ની આસપાસ કામકાજ જોવાયું હતું.

મોદી સરકાર માટે આવતા વેંત જ આંચકો, GDP ઉંધા માથે પટકાયો, ભયંકર બેરોજગારી

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહના બીજા જ દિવસે અર્થવ્યવસ્થાના મોર્ચેથી ચિંતાજનક અહેવાલ આવ્યા છે. નાણાંકિય વર્ષ 2018-19ના ચોથા ત્રીમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસદર ઘટીને 6 ટકાથી પણ નીચે આવી ગયો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુંસાર જાન્યુઆરી-માર્ચ મહિના દરમિયાન ઘરઘથ્થ્યુ ઉત્પાદન (GDP) માત્ર 5.8 ટકા જ રહ્યો હતો.
બેરોજગાદી દર પણ આસમાને